Posts

Showing posts from September, 2019

ૐ અને ૐ નમઃ શિવાય PARASHMUNI

💯✔ ૐ અને ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય એ ભગવાન શિવજીનો પંચાક્ષરી મહા મંત્ર છે.ૐ -ઓમ – મંત્ર ઓમકાર મંત્ર તરીકે પણ પ્રચલિત છે. ૐ – ઓમ – પ્રવણ મંત્ર છે, આદિ મંત્ર છે, બીજ મંત્ર છે. એવું કહેવાય છે કે જ્યારે બ્રહ્માંડનું સર્જન થયું હતું ત્યારે એક ગેબી અવાજ પેદા થયો હતો. આ ગેબી અવાજ ઓમકારનો હતો. એવું પણ કહેવાય છે કે આ ગેબી અવાજમાંથી જ સૃષ્ટિનું સર્જન થયું છે. ૐ – ઓમ -ને પ્રણવ પણ કહેવામાં આવે છે. પ્રણવનો અર્થ સૃષ્ટિનું સર્જન એવો પણ થાય છે. સમગ્ર સૃષ્ટિનું સર્જન ૐ – ઓમ -માંથી જ થયું છે, ૐ – ઓમ – થકી જ આ સૃષ્ટિ ટકી રહી છે અને જ્યારે મહા પ્રલય થશે ત્યારે આ સમગ્ર સૃષ્ટિ ૐ – ઓમ -માં જ વિલીન થઈ જશે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે, “સંપૂર્ણ વેદોમાં પ્રણવ એટલે કે ૐ – ઓમકાર હું છું.” ૐ – ઓમ – એ તો અનંતનો નાદ છે, ૐ – ઓમ – બધા જ મંત્રોનો અને વેદોનો સાર છે, અર્ક છે. ૐ – ઓમ -માં અખિલ બ્રહ્માંડ અને સમગ્ર વિશ્વ સમાવિષ્ઠ છે. માન્ડુક્ય ઉપનિષદમાં ૐ – ઓમ – અને તેના અર્થઘટન વિષે વિવરણ કરવામાં આવ્યું છે. પરબ્રહ્મ પરમાત્માનું નામ એ જ ૐ – ઓમ – અથવા તો ઓમકાર છે. ૐ – ઓમ – જ પૂર્ણ બ્રહ્મ અવિનાશી પરમાત્મા છે.